ઇબોલા વાઇરસ
>> 1976માં ઇબોલા નદીના કાઠેથી શરૂઆત.
>> દેશ : કોંગો (કિંશાસા)
ફેલાવો (વાહક)
>> ગોરીલા વાનર,
>> ચામાચીડિયાં,
>> એક વ્યક્તિ માંથી બીજા વ્યક્તિમાં
લક્ષણો
>> તીવ્ર તાવ, આખા શરીરમાં દુખાવો
>> સૂકું ગળું, માથું દુખે
>> ઝાડા - ઊલટી,
>> રેશ નીકળે,
>> શરીરના વિવિધ ભાગોમાંથી રક્તસ્રાવ થવો,
>> લીવર અને કિડની ને વિશેષ અસર કરે.
નિદાન
>> RTPCR,
>> ELISA,
>> LET/KET
>> NAT (ન્યક્લિક એસિડ ટેસ્ટ)
>> EDTA
સારવાર
>> લક્ષણો આધારિત
>> તાવ માટે એસિમીનોફેન અને પેરસિટામોલ આપી શકાય
>> IV ફલ્યુડ આપી શકાય,
>> FFP (ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા)
● નોંધ : નોન સ્ટીરોઇડ એન્ટી ઇન્ફલમેન્ટ્રી આપવી નહી.
રસીકરણ
>> ઇન્માંઝલ, ઇબાંગ નામના બે એન્ટીબોડી નો ઉપયોગ થાય છે.
>> અવર્બો રસી જાન્યુઆરી 2021થી ઉપયોગ થાય છે.
CCHF (કોંગો)
>> પૂરું નામ : ક્રીમિયન કોંગો હેમરેજીક ફીવર
શરૂઆત
>> 1944 આફ્રિકન દેશ ક્રીમીયામાં
>> 1956 કોંગોમાં
>> 1969 માં સાબિત થયું કે ક્રીમિયામાં અને કોંગોમા જોવા મળેલ બંને વાઇરસ સમાન છે એટલે જ નામ પડ્યું ક્રીમિયન કોંગો હેમરેજીક ફીવર.
>> 2011 માં ગુજરાતના અમદાવાદ ખાતે સૌપ્રથમ કેસ જોવા મળ્યો.
● વાહક : ઇતરડી (હાઇલોમાં 90% જવાબદાર)
લક્ષણો
>> તાવ, ચામડી પર ચકામાં,
>> ઝાડા ઊલટી સાથે પેટમાં દુખાવો,
>> આંખમાં રતાશ સાથે સોજો
>> પ્રકાશથી ડર (ફોટોફોબિયા)
>> સ્નાયુમાં દુખાવો (માયાલજીયા)
>> વિવિધ અંગોમાંથી રક્તસ્રાવ
નિદાન
>> RTPCR
>> ELISA
સારવાર
>> એન્ટી વાયરલ ડ્રગ - રીબાવીરીન(IV/ઓરલી બંને રીતે)
>> આઈવરમેકટીન ઇન્જેક્શન - પશુને આપવામાં આવે છે.
● નોંધ : આ વાઇરસ નો વિકાસ મુખ્યત્વે પ્રાણીઓમાં જોવા મળે છે પરંતુ રોગના લક્ષણો પ્રાણીમાં જોવામળતા નથી
ચાંદીપૂરા વાઇરસ
>> 1965મા મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદી પૂરા ગામે સૌપ્રથમ બે દર્દીના લોહીમાંથી આ વાઇરસ ડો. ભટ્ટ અને તેના સાથીને મળ્યા.
>> (NIV- નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયેરોલોજી - પુના)
● કારક : ચાંદીપૂરા વાઇરસ (RNA)
>> ફેલાવો : સેન્ડફ્લાય (ફ્લેબોટોમી)
લક્ષણો
>> તીવ્ર તાવ,
>> મગજને ખાસ અસર કરે
>> ઝાડા - ઊલટી
>> સભાનતા ગુમાવવી
નિદાન
>> RTPCR
>> ELISA
સારવાર
>> લક્ષણો આધારિત
>> મગજનો સોજો ઘટાડવા મિનિટોલ નામની દવા આપી શકાય
>> તાવ, દુખાવા માટે PCM
● નોંધ :- 2003 માં આંધ્રપ્રદેશ અને 2004 માં ગુજરાતમાં અમુક કેસો નોંધાયા હતા ત્યારે કેસ ફેટાલીટી રેટ 56 થી 75 % હતી.
રેબિઝ વાઇરસ(હડકવા)
>> વિશ્વમાં સૌથી વધુ આફ્રિકા અને એશિયામાં જોવા મળે છે.
>> એશિયામાં સૌથી વધુ ભારતમાં જોવા મળે છે
>> સૌથી વધુ 5 થી 14 વર્ષના બાળકો ચેપગ્રસ્ત બને છે અને મૃત્યુ થાય છે
>> દર 30 મિનિટે 1 મૃત્યુ હડકવાથી થાય છે.
>> 28 સપ્ટેમ્બર વલ્ડ રેબીઝ ડે તરીકે ઉજવાય છે
>> 1885 માં લુઈ પાશ્વર દ્વારા હડકવાની રસીની શોધ કરાઇ
● કારક : રબડો, લીસ્સા ટાઇપ-1 (RNA).
>> ફેલાવો : હડકવા ગ્રસ્ત પ્રાણની લાળ, મૂત્ર અને દૂધથી ફેલાઈ છે
લક્ષણો
>> માથું દુખવું
>> હાઇડ્રોફોબિયા (પાણીનો ડર),
>> ફોટોફોબિયા (પ્રકાશનો ડર)
>> 80 % દર્દીને ચેપગ્રસ્ત ભાગમાં દુખાવો અને ઝણઝણાટી થવી
>> ચેતાતંત્રને અસર કરે
>> સનાયુંનું પેરાલીસી જોવા મળે
>> પાગલપણું જોવા મળે
સારવાર
>> લક્ષણો આધારિત
>> ARV
>> RIG
● તકેદારી
>> પશુનું દૂધ પેચ્યુરાઈઝેશન કરીને ઉપયોગમાં લેવું.
>> થયેલા ઘાવને વહેતા પાણીમાં 5 મિનિટ સુધી ધોવો
>> પાણીમાં ધોયેલા ઘવાને વાઇરસ મુક્ત કરવા માટે ઇથર આલ્કોહોલ ટિંકચર આયોડિન કે પોવિડોન આયોડિન લગાવવું.
>> ઘાવ પર ટાંકા ન લેવા અને પાટો બાંધવો નહિ.
સોર્સ : આરોગ્ય અમૃત બુક