દયાનંદ સરસ્વતી
➤ મૂળ નામ :- મૂળ શંકર
➤ 14 વર્ષે આખો યજુર્વેદ કંઠસ્થ હતો.
➤ ચાંદોદ પાસે વિદ્વાન સાધુ પૂર્ણાનંદ સરસ્વતીથી પ્રભાવિત થઈ, તેમની પાસે સંનસ્ત ગ્રહણ કરી, 'દયાનંદ સરસ્વતી' નામ રાખ્યું.
➤ 10 એપ્રિલ, 1875માં મુંબઈમાં આર્યસમાજની સ્થાપના કરી.
પૂજ્ય મોટા
➤ જન્મ :- સાવલી
➤ મૂળ નામ ચુનીલાલ
➤ હિસ્ટિરિયાનો રોગ લાગુ પડતા ચુનીલાલે જીવનનો અંત લાવવા નર્મદા નદીમાં ઝંપલાવ્યું, પરંતુ નીરે તેમને ઉછાળીને ફરીથી કાંઠા પર મૂકી દીધા.
દાદા પાંડુરંગ આઠવલે
➤ જન્મ :- રોહા (મહારાષ્ટ્ર)
➤ 1956માં તેમણે મુંબઈમાં 'તત્વજ્ઞાન વિદ્યાપીઠ'ની સ્થાપના કરી.
➤ તેમને મેગ્સેસે એવોર્ડ (1996) અને ટેમ્પલ્ટન એવોર્ડ (1997) મળ્યો હતો.
➤ તેમની સંસ્કાર પ્રવૃત્તિઓનું પ્રતિબિંબ પાડતી એક ફિલ્મ 'આંતરનાદ' બનાવવામાં આવી હતી.
પ્રમુખ સ્વામી
➤ જન્મ :- વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામમાં
➤ મૂળ નામ શાંતિલાલ
➤ 1939માં અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે કિશોરવયના શાંતિલાલને દીક્ષા આપી.
સ્વામી સચ્ચિદાનંદજી
➤ વતન :- મહેસાણા પાસેનું મુજપુર
➤ સદગુરુ મુક્તાનંદજી પાસે પંજાબમાં દીક્ષિત થયા.
➤ 1966માં વેદાંતાચાર્યની પદવી મેળવી.
➤ ગુજરાતમાં આવી પેટલાદ (દંતાલી)માં આશ્રમ સ્થાપ્યો.
મોરારિ બાપુ
➤ જન્મ :- ભાવનગર જિલ્લાના તલગાજરડા
➤ નિમ્બકાચાર્યની વૈષ્ણવ પરંપરાના અનુયાયી.
➤ તેમને દર વર્ષે 1,51,000 રૂપિયાના નરસિંહ મહેતા પુરસ્કારનું આયોજન કર્યું છે. હનુમાન જયંતીની ઉજવણી નિમિત્તે સાહિત્યકારોના સહયોગથી 'અસ્મિતાપર્વ'નું આયોજન પણ કરેલું છે.
પ્રેમાનંદ
➤ જન્મ વડોદરા
➤ બાળપણ વીત્યું નંદબારમાં
➤ ગુરુ રામચરણ સાથે ભેટો થયો અને તેની જીવનદિશા જ બદલાઈ ગઈ
➤ ગુજરાતના જ્યોતિર્ધરનું બિરુદ પામ્યા છે.
દયારામ
➤ કવિ ન્હાનાલાલે દયારામને પ્રાચીનતાના મોતી વર્ષતા છેલ્લા રસમેઘ તરીકે ઓળખાવ્યા છે.
➤ જન્મ મોસાળ ડભોઈમાં
➤ વતન ચાંદોદ
➤ કચ્છીમા 'ગિરિધર પ્રાણ' જેવી એમની રચના મળી આવે છે.
➤ તેમના અંતિમ દિવસોમાં એક વિધવા સોનારણ રતનબાઈએ સેવા કરી હતી.
કવિ દલપતરામ
➤ ચૌદ વર્ષની વયે ભૂમાનંદ સ્વામીથી પ્રભાવિત બની સ્વામિનારાયણ સંપ્રદાય અંગીકાર કર્યો હતો.
➤ દેવાનંદ સ્વામી પાસેથી પરંપરાગત કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર, પિંગળ અને વ્રજભાષાની કાવ્યશક્તિનું શિક્ષણ લીધું હતું.
➤ એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસે ગુજરાતના ઈતિહાસ-સંસ્કૃતિ જાણવા તેમને ભોળાભાઈને કોઈ વ્યક્તિ શોધી આપવા વિનંતી કરી ને તેમને દલપતરામની ભલામણ કરી હતી.
નર્મદ
➤ તેમને 'અન્યોન્ય બુદ્ધિવર્ધક સભા' નામની એક સંસ્થાની સ્થાપના કરી હતી તેના પ્રમુખ નર્મદ અને મંત્રી મયારામ શંભુનાથ હતા.
➤ નર્મદે એકાદ વર્ષ 'જ્ઞાનસાગર' નામનું સાપ્તાહિક પણ ચલાવ્યું હતું.
➤ તેમને સુરતથી દાંડિયો નામનું પખવાડિક પત્ર શરૂ કર્યું હતું.
સ્વામી સહજાનંદ
➤ સ્વામી નારાયણ સંપ્રદાયની સ્થાપના કરી
➤ જન્મ :- અયોધ્યા પાસે છપૈયામાં
➤ બાળપણનું નામ ઘનશ્યામ
➤ પાછળથી નીલકંઠ બ્રહ્મચારી કહેતા
➤ 1858માં રામાનંદસ્વામીએ તેમને જૂનાગઢ જિલ્લાના લોજપુર ગામના આશ્રમમાં દીક્ષા આપી ત્યારથી સહજાનંદ નામે ઓળખાયા
➤ તેમનો સંપ્રદાય ઓધવ સંપ્રદાય કહેવાય છે
➤ ગુજરાતી ભાષામાં બે સુંદર ગ્રંથો રચ્યા :- 1.શિક્ષાપત્રી અને 2.વચનામૃત