બંધારણીય સંસ્થાઓ અર્થાત એવી સંસ્થાઓ જેમની જોગવાઇઓ ભારતીય બંધારણ અંતર્ગત આપવામાં આવી છે બંધારણીય સંસ્થામાં CAG, નાણાપંચ ચૂંટણીપંચ, સંઘ જાહેર સેવા આયોગ, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ, રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ વગેરેનો સમાવેશ થાય છે

  (1) ચૂંટણી પંચ

  ● ચૂંટણીપંચએ એક કાયમી અને સ્વતંત્ર સંસ્થા છે.

  ● તેની રચના બંધારણના અનુચ્છેદ 324 અંતર્ગત કરવામાં આવી છે.

  બંધારણના અનુચ્છેદ 324 અનુસાર સંસદ, રાજ્યવિધાનમંડળ, રાષ્ટ્રપતિ તથા ઉપ-રાષ્ટ્રપતિના પદોની ચૂંટણી માટે સંચાલન, નિર્દેશન અને નિયંત્રણના જવાબદારી ચૂંટણી પંચની છે. 

  ● વર્ષ 1950 થી 15 ઓકટોબર 1989 સુધી ચૂંટણીપંચ એક સભ્યનો સંસ્થાના રૂપમાં કાર્ય કરતી હતી.

  ● 16 ઓકટોબર 1989માં રાષ્ટ્રપતિએ ચૂંટણીપંચના કાર્યભારને ઓછો કરવા માટે બે ચૂંટણી કમિશનરની નિમણુક કરી હતી, પરંતુ 1990માં કરીથી આ બે પદ રદ કરવામાં આવ્યાં. ત્યારબાદ કરીથી 1993માં બે ચૂંટણી કમિશનરોની નિમણુક કરવામાં આવી.

  ● તેમનો કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર જે પહેલાં હોય તેને અનુસરવામાં આવશે.

  મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય બે ચૂંટણી કમિશનરના પગાર અને ભથ્થાં એકસમાન હોય છે.

  ● હાલમાં મુખ્યચૂંટણી કમિશનર તરીકે શ્રી સુશીલચંદ્ર અને અન્ય બે ચૂંટણી કમિશનર તરીકે શ્રી રાજીવકુમાર અને શ્રી અનુપ ચંદ્ર પાંડે ફરજ બજાવે છે.


  (2) સંઘ જાહેર સેવા આયોગ

  ● આ એક સ્વતંત્ર બંધારણીય સંસ્થા છે.

  ● બંધારણના 14માં ભાગમાં અનુચ્છેદ 315 થી 323 માં જાહેર સેવા આયોગ ની સ્વતંત્રતા, સત્તાઓ અને કાર્યો સિવાય તેના સંગઠન તથા સભ્યોની નિમણૂંક અને પદ પરથી હટાવાની તમામ બાબતોનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે.

  ● આયોગના અધ્યક્ષ અને સભ્યો પદ ગ્રહણ કરવાની તારીખથી 6 વર્ષના સમય સુધી અથવા 65 વર્ષની ઉંમર સુધી બંનેમાંથી જે પહેલા હોય ત્યાં સુધી પદ ધારણ કરી શકે છે.

  ● તેઓ રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે છે અને તેઓને તેમનો કાર્યકાળ પૂરો થાય એ પહેલા રાષ્ટ્રપતિ દ્વારા બંધારણમાં આપેલ પ્રક્રિયા દ્વારા પદ પરથી હટાવી શકાય છે.

  ● બંધારણના ભાગ- 14 માં અનુચ્છેદ –315 થી 323માં રાજ્ય જાહેર સેવા આયોગની સ્વતંત્રતા, સત્તાઓ અને તેની રચના તથા સભ્યોની નિમણૂક અને પદ પરથી હટાવાની પ્રક્રિયા વગેરેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે.

  ● હાલના UPSC ના અધ્યક્ષ શ્રી. ડૉ પ્રદીપકુમાર જોષી છે.


  (3) નાણાપંચ

  ● ભારતના બંધારણમાં અનુચ્છેદ 280 અંતર્ગત અર્ધ-ન્યાયિક સંસ્થા તરીકે નાણા પંચની વ્યવસ્થા કરવામાં આવી છે.

  ● નાણાપંચમાં એક અધ્યક્ષ અને ચાર અન્ય સભ્યો હોય છે. તેમની નિમણુક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. તેમનો કાર્યકાળ રાષ્ટ્રપતિના આદેશ અનુસાર હોય છે અને તેમની ફરીથી પણ નિમણૂક (પુનનિયુક્તિ) કરી શકાય છે. 

  ● વર્તમાનમાં 2020 થી 2025 સુધી 15 મું નાણાપંચ ચાલુ છે અને તેના અધ્યક્ષ એન. કે સિંહ છે. (નવેમ્બર, 2020 માં 15 માં નાણાપંચે તેનો રિપોર્ટ આપ્યો હતો.


  (4) વસ્તુ અને સેવા કર (GST) પરિષદ 

  101મા બંધારણીય સુધારા કાયદા 2016 દ્વારા દેશમાં એક નવી કર પ્રણાલી લાવવામાં આવી હતી. 

  ● બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં એક નવો અનુચ્છેદ 279-(A) ઉમેરવામાં આવ્યો. અનુચ્છેદ રાષ્ટ્રપતિને એક આદેશ દ્વારા GST પરિષદની સ્થાપના માટે સત્તા આપે છે.

  ● પરિષદનું સચિવાલય દિલ્હીમાં આવેલું છે.

  ● તેમાં કેન્દ્રીય નાણામંત્રી અધ્યક્ષ તરીકે, કેન્દ્રીય કક્ષાના નાણામંત્રી અને દરેક રાજ્યના નાણામંત્રી અથવા નામાંકિત કરેલ મંત્રી, વગેરે તેના સભ્યો હોય છે.

  ● તેના ઉપાધ્યક્ષ રાજ્ય સરકારના મંત્રીઓ માંથી કોઈ એકની નિમણૂક કરવામાં આવે છે.


  (5) રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ 

  ● બંધારણના અનુચ્છેદ 338 દ્વારા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની રચના કરવામાં આવી છે.

  ● આ આયોગમાં એક અધ્યક્ષ, એક ઉપાધ્યક્ષ અને ત્રણ અન્ય સભ્યો હોય છે.

  ● હાલમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ શ્રી વિજય સામાલા અને ઉપાધ્યક્ષ તરીકે અજુ બાલા ફરજ બજાવે છે.


  (6) રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ

  ● આ એક બંધારણીય સંસ્થા છે અને તેની રચના બંધારણના અનુચ્છેદ 338-A અંતર્ગત કરવામાં આવી છે.

  ● આમાં એક અધ્યક્ષ, એક ઉપાધ્યક્ષ અને ત્રણ અન્ય સભ્યો હોય છે.

  ● વર્તમાનમાં તેના અધ્યક્ષ શ્રી હર્ષ ચૌહાણ છે.