ગુજરાત' નામકરણનો ટૂંકો ઈતિહાસ
● પ્રાચીન મધ્યકાલીન ઐતિહાસિકકાળમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પ્રદેશને 'આનર્ત' તરીકે ઓળખવામાં આવતો.
● સ્ટ્રેબો નામના ભૂગોળવેત્તાએ વર્તમાન સૌરાષ્ટ્ર માટે 'સેરોસ્ટ્સ' શબ્દનો પ્રયોગ કર્યો હતો.જ્યારે ટોલેમી અને પેરિપ્લસ નામના ભૂગોળવેત્તાઓએ સૌરાષ્ટ્ર માટે 'સુરાષ્ટ્રીન' શબ્દનો પ્રયોગ કર્યો હતો.
● ચીની મુસાફર હ્યુ-એન-ત્સાંગ, જે મૈત્રકયુગના ધ્રુવસેન બીજાના સમયમાં ઇ.સ.640માં આવ્યો હતો. તેણે સોરઠનો ઉલ્લેખ 'સુલકા' શબ્દ દ્વારા કર્યો હતો.
● વર્તમાન દક્ષિણ ગુજરાત માટે નવમી અને દસમી સદી દરમિયાન 'લાટ' શબ્દ પ્રયોજાતો હતો.ટોલેમીના ગ્રંથમાં 'લાટિકા' અર્થાત લાટનો ઉલ્લેખ જોવા મળે છે. ટોલેમીએ ગુજરાતની મહી નદીનો ઉલ્લેખ 'મૉફિસ' તરીકે કર્યો છે.
● આરબ યાત્રાળુ અલબરૂનીએ 'ગુર્જર' શબ્દની સાથે અરબી ભાષાનો 'અત' પ્રત્યય જોડીને તેને 'ગુજરાત' એવું નામ આપ્યું.
● 'ગુજરાત' નામનો સૌપ્રથમ ઉલ્લેખ ઇ.સ.1233માં લખાયેલા 'આબુરાસ'માં મળે છે.15મી સદીમાં રચાયેલા 'કાન્હડદે પ્રબંધ'માં પણ 'ગુજરાત' એવું નામ આપ્યું.
સ્થાન
● ગુજરાત રાજ્ય ભારતમાં પશ્ચિમ ભાગમાં અરબ સાગરના દરિયા કિનારે આવેલું છે.
અક્ષાશ
◆ 20.6° ઉત્તર અક્ષાશથી 24.07° ઉત્તર અક્ષાશ
કર્કવૃત્ત
● કર્કવૃત્ત ગુજરાતના ઉત્તર ભાગના 6 જીલ્લાઓમાંથી પસાર થાય છે. જે પશ્ચિમથી પૂર્વ તરફ જતાં ક્રમમાં નીચે મુજબ છે.
● ક્ચ્છ - પાટણ - મહેસાણા - ગાંધીનગર - સાબરકાંઠા - અરવલ્લી
● કર્કવૃત્ત કચ્છના ધીણોધર ડુંગર પરથી પસાર થાય છે.
● મહી નદી કર્ક રેખાને બે વાર ઓળંગતી એકમાત્ર નદી છે.
કટિબંધ
● કર્કવૃત્ત અને વિષુવવૃત્ત વચ્ચેનો ભાગ ઉષ્ણકટિબંધમાં આવે છે. આથી ગુજરાત રાજ્યનો મોટો ભાગ ઉષ્ણકટિબંધમાં આવે છે.
રેખાંશ
● 68.7° પૂર્વ રેખાંશથી 74.28° પૂર્વ રેખાંશ
ક્ષેત્રફળ
● 1,96,024 ચોરસ કિ.મી. (75,686 ચોરસ માઈલ)
● વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત દેશના કુલ વિસ્તારનો 6% (5.96%) ભાગ રોકે છે તથા છઠ્ઠો ક્રમ ધરાવે છે.
1.રાજસ્થાન
2.મધ્યપ્રદેશ
3.મહારાષ્ટ્ર
4.ઉત્તરપ્રદેશ
5.જમ્મુ કાશ્મીર
6.ગુજરાત
ઉત્તર-દક્ષિણ લંબાઈ
● 590 કિ.મી.
પૂર્વ-પશ્ચિમ પહોળાઈ
● 500 કિ.મી.
વસ્તી
● 2011ની વસતી ગણતરી મુજબ દેશની કુલ વસતીના 5%(4.99%) જેટલી થાય છે.
ગુજરાતના રાજસ્થાન સાથે સરહદ ધરાવતા જિલ્લા
∆ Short Trick :- કમ અદાબ ∆
1.કચ્છ
2.બનાસકાંઠા
3.અરવલ્લી
4.મહીસાગર
5.દાહોદ
ગુજરાતના મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવતા જિલ્લા
1.દાહોદ
2.છોટા ઉદેપુર
ગુજરાતના મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવતા જિલ્લા
∆ Short Trick :- તાન છોડાવે નર્મદા ∆
1.તાપી
2.નવસારી
3.છોટા ઉદેપુર
4.ડાંગ
5.વલસાડ
6.નર્મદા
દરિયાઈ સીમા
● ગુજરાત એ ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે જેની લંબાઈ 1600 કિમી. છે. (990 માઈલ)
● ગુજરાત ભારતનો લગભગ 28% જેટલો દરિયા કિનારો ધરાવે છે.
● ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો :- કચ્છ
● વર્તમાનમાં ગુજરાતના કુલ 15 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે. જે નીચે મુજબ છે
1.કચ્છ
2.મોરબી
3.જામનગર
4.દેવભૂમિ દ્વારકા
5.પોરબંદર
6.જૂનાગઢ
7.ગીર સોમનાથ
8.અમરેલી
9.ભાવનગર
10.અમદાવાદ
11.આણંદ
12.ભરૂચ
13.સુરત
14.નવસારી
15.વલસાડ
અખાત
● ગુજરાતના દરિયા કિનારે બે અખાત આવેલા છે. જેથી ગુજરાતનો દરિયા કિનારો લાંબો બને છે.
1.કચ્છનો અખાત
2.ખંભાતનો અખાત
હવાઈ મથકો
◆ સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જે 26 જાન્યુઆરી, 1991થી કાર્યરત છે.
◆ વડોદરાના સિવિલ એરોડ્રામ (હરણી) એરપોર્ટના ઇન્ટરનેશનલ ટર્મિનલનું ઉદ્દઘાટન 22 ઓક્ટોબર, 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું.
ક્યાં જિલ્લામાંથી કયો જિલ્લો બન્યો
● 1 મે, 1960માં ગુજરાતની સ્થાપના સમયે 17 જિલ્લા હતા.
● 1964માં ગાંધીનગર જિલ્લો બનાવવામાં આવ્યો.
● 1966માં વલસાડ જિલ્લો બનાવવામાં આવ્યો.
● 2 ઓક્ટોબર,1997ના રોજ 5 નવા જિલ્લા રચવામાં આવ્યા.
1.આણંદ
2.દાહોદ
3.નર્મદા
4.નવસારી
5.પોરબંદર
● 2000માં પાટણ જિલ્લો બનાવવામાં આવ્યો.
● 2 ઓકટોબર, 2007ના રોજ તાપી જિલ્લો બનાવવામાં આવ્યો.
● 15 ઓગસ્ટ, 2013ના રોજ નરેન્દ્ર મોદીએ 7 નવા જિલ્લાઓની રચના કરી.
1.અરવલ્લી
2.બોટાદ
3.છોટા ઉદેપુર
4.દેવભૂમિ દ્વારકા
5.મહીસાગર
6.મોરબી
7.ગીર સોમનાથ
● આમ, ગુજરાતમાં વર્તમાનમાં 33 જિલ્લાઓ છે.
● વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો:- કચ્છ
● વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો :- ડાંગ
● આંતરરાજ્ય સરહદ ધરાવતા ગુજરાતના કુલ જિલ્લા :- 12
● રાજસ્થાન અને મધ્ય પ્રદેશ બંનેની સરહદ ધરાવતો જિલ્લો :- દાહોદ
● મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ બંનેની સરહદ ધરાવતો જિલ્લો :- છોટા ઉદેપુર
● સૌથી વધુ જિલ્લાઓ સાથે સરહદ ધરાવતા જિલ્લા :- ખેડા, રાજકોટ અને અમદાવાદ (7 જિલ્લા)
● એક જ જિલ્લા સાથે સરહદ ધરાવતો જિલ્લો :- વલસાડ