કંઠીનું મેદાન
● કચ્છના દરિયા કિનારાનો મેદાની પ્રદેશ
વાગડનું મેદાન
● કચ્છ જિલ્લામાં મુખ્ય ભૂમિનો પૂર્વ ભાગ અથવા નાના રણ અને મોટા રણ વચ્ચેનો ભાગ અથવા બન્ની અને ખાવડા વચ્ચેનો વિસ્તાર વાગડનું મેદાન કહેવાય છે.
ગોઢ અથવા ગોઢાનું મેદાન
● બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ અર્ધરણ વિસ્તારમાં આવેલા ટેકરા જેવા ઉપસેલા મેદાની ભાગો
વઢીયાર
● પાટણ જિલ્લાનો બનાસ નદી અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ
ગઢવાડા
● મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાનો પ્રદેશ
ચરોતર
● ખેડા અને આણંદ જિલ્લાનો મહી નદી અને શેઢી નદી વચ્ચેનો પ્રદેશ
કાનમ
● ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ
સુવાલીની ટેકરીઓ
● સુરત જિલ્લાનો તાપી નદીનો ઉત્તર કિનારાનો પોચી જમીનવાળો ભાગ
પૂરનાં મેદાન
● દક્ષિણ ગુજરાતમાં નર્મદા, તાપી, પૂર્ણા, અંબિકા, ઔરંગા, પાર, કોલક, દમણગંગા વગેરે નદીઓના કાંપથી રચાયેલા મેદાની પ્રદેશ
ભાલ
● અમદાવાદ જિલ્લાના દક્ષિણ-પશ્ચિમ ભાગને 'ભાલપ્રદેશ' તરીકે ઓળખવામાં આવે છે.
નળકાંઠો
● નળ સરોવર અને સાબરમતી નદી વચ્ચેનો અમદાવાદ જિલ્લાનો ભાગ
ઝાલાવાડ
● કચ્છના નાના રણ અને નળ સરોવર વચ્ચેનો સુરેન્દ્રનગર જિલ્લાનો ભાગ
ગોહિલવાડ
● ભાવનગર જિલ્લાનો ઘેલો અને શેત્રુંજી નદી વચ્ચેનો પ્રદેશ અથવા તળાજા અને ભાવનગર વચ્ચેનો પ્રદેશ
લીલીનાઘેર
● જૂનાગઢ જિલ્લાના ચોરવાડથી ગીર સોમનાથ જિલ્લામાં આવેલો ઉના સુધીનો ભાગ અથવા ગીરની ટેકરીઓનો દક્ષિણમાં દરિયા કિનારા સુધીનો ગીર સોમનાથ જિલ્લાનો ભાગ
બન્નીનો ઘાસનો પ્રદેશ
● કચ્છના ઉત્તરમાં બન્ની પ્રકારનું ઘાસ ઉગે છે તે પ્રદેશ
સોરઠ
● જૂનાગઢ જિલ્લાનો ગિરનારનો દક્ષિણ દરિયા કિનારા સુધીનો ભાગ
માળ
● ખેડા જિલ્લાનો શેઢી નદીનો ઉત્તરમાં આવેલો પ્રદેશ
ઘેડ
● પોરબંદર જિલ્લામાં ભાદર નદીના કિનારે આવેલા નવીબંદરથી જૂનાગઢ જિલ્લાના માણાવદર વચ્ચેનો નીચલી ભૂમિનો પ્રદેશ
હાલાર
● બરડા ડુંગરનો દક્ષિણ-પશ્ચિમ દરિયા કિનારા સુધી આવેલો દેવભૂમિ દ્વારકા જિલ્લાનો પ્રદેશ
દારૂકાવન
● દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા બેટ દ્વારકા અને શંખોદ્વાર બેટનો વિસ્તાર કે જ્યાં બાર જ્યોતિર્લિંગોમાંનું એક નાગેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે તે પ્રદેશ
દંડકારણ્ય
● રામાયણમાં વર્ણવેલો દંડકારણ્ય પ્રદેશ અર્થાત હાલનો ડાંગ જિલ્લો
ખારોપાટ
● દરિયા કિનારાના ઝીણી રેતી તથા ક્ષારયુક્ત સપાટ કાદવકીચડ વાળો મેદાની પ્રદેશ
આનર્ત
● પ્રાચીન કાળમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો ભાગ
વાકળ
● મહી અને ઢાઢર વચ્ચેનો પ્રદેશ
લાટ
● નર્મદાની દક્ષિણમાં આવેલો તળગુજરાતનો પ્રદેશ
ખાખરિયા ટપ્પાનો પ્રદેશ
● મહેસાણા જિલ્લાના કડી અને ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા વચ્ચેનો પ્રદેશ
પોશીનો પટ્ટો
● સાબરકાંઠા જિલ્લાનો આદિવાસી વનવાસી વિસ્તાર