આ પોસ્ટમાં તમને 14 gk શોર્ટકટ આપવામાં આવી છે જેમાં 100 થી વધારે પ્રશ્નો આ ટ્રિક દ્વારા સરળતાથી યાદ રાખી શકાય છે આ ટ્રીક તમને સરળતાથી યાદ રહે તેવી રીતે સરળ ભાષામાં પોસ્ટ અમારા દ્વારા લખવામાં આવી છે 

    વૌઠાને મળતી સાત નદીઓ

    ● હા સામે માવા ખાશે

    હા : હાથમતી

    સા : સાબરમતી

     મે : મેશ્વો

    મા : માજુમ

    વા : વાત્રક

    ખા : ખારી

    શે : શેઢી


    ગુજરાતની આઠ નગરપાલિકાઓ

    ● રાજુભા અમે જાસુ ગાંવ

    રા : રાજકોટ

    જુ : જૂનાગઢ

    ભા : ભાવનગર

    અમે : અમદાવાદ

    જા : જામનગર

    સુ : સુરત

    ગાં : ગાંધીનગર

    વ : વડોદરા


    ભારતના કૃત્રિમ સરોવરો

    ● ગોગાના કસમ

    ગો : ગોવિંદસાગર (સતલજ) હિમાચલ પ્રદેશ 

    ગા : ગાંધીસાગર (ચંબલ) મધ્યપ્રદેશ

    ના : નાગાર્જુન સાગર (કૃષ્ણા) આંધ્રપ્રદેશ

    ક : કૃષ્ણરાજ સાગર (કાવેરી) કર્ણાટક

    સ : સરદાર સરોવર (નર્મદા) ગુજરાત

    મ : મિઝામ સાગર (ગોદાવરી) તેલંગાણા


    ભારત સરકારની નવી નોટના ચિત્રો

    ● કોહરા સાલામ

    કો : કોણાર્ક નું સૂર્યમંદિર ૱૧૦/-

    હ : હમ્પી નું સ્મારક ૱૫૦/-

    રા : રાણી ની વાવ (રાણકીવાવ) ૱૧૦૦/-

    સા : સાંચી નો સ્તૂપ ૱૨૦૦/-

    લા : લાલ કિલ્લો ૱ ૫૦૦/-

    મ : મંગળયાન ૱૨૦૦૦/-


    ભારતના મહત્વના અણુ વિદ્યુત મથકો

    ● તારા કાન કોક કાપે

    તા : તારાપુર (મહારાષ્ટ્ર)

    રા : રાવતભાટા (રાજસ્થાન)

    કા : કાકરાપાર (ગુજરાત)

    ન : નરોરા (ઉત્તરપ્રદેશ)

    કો : કોટા (રાજસ્થાન)

    ક : કલ્પકમ (તમિલનાડુ)


    ભારતની સીમા પરના પાડોશી દેશો

    ● બચપન માં MBA કર્યું

    બ : બાંગ્લાદેશ

    ચ : ચીન

    પ : પાકિસ્તાન

    ન : નેપાળ

    M : મ્યાનમાર

    B : ભૂટાન

    A : અફઘાનિસ્તાન


    ભારતમાંથી કર્કવૃત પસાર થતા રાજ્યો

    ● મમ્મી પણ ગુજરાતી છે

    મ : મધ્યપ્રદેશ

    મી : મિઝોરમ

    પણ : પશ્ચિમ બંગાળ

    ગુ : ગુજરાત

    જ : ઝારખંડ

    રા : રાજસ્થાન

    તી : ત્રિપુરા

    છે : છત્તીસગઢ


    ગુજરાતમાંથી કર્કવૃત પસાર થતા જિલ્લાઓ

    ● કપાસ મેં આગ

    ક : કચ્છ

    પા : પાટણ

    સ : સાબરકાંઠા

    મેં : મહેસાણા

    આ : અરવલ્લી

    ગ : ગાંધીનગર


    ચલણી નાણું રૂપિયો ધરાવતા દેશો

    ● ભારત સે મામાશ્રીને પાઈ રૂપિયાકી થેલી

    ભારત 

    સે : સેસેલ્સ

    મા : માલદીવ

    મા : મોરીશસ

    શ્રી : શ્રીલંકા

    ને : નેપાળ

    પા : પાકિસ્તાન

    ઇ : ઇન્ડોનેશિયા


    ભારતમાં વધુ ઉત્પાદિત થતો પાક

    ● નમક

    ન : નાળિયેર 

    મ : મગફળી

    ક : કેળા


    ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો

    ● ચલો દિલ દેદો આપ

    ચ : ચંદીગઢ

    લો : લક્ષદ્વીપ

    દિલ : દિલ્હી

    દે : દીવ અને દમણ

    દો : દાદરા અને નગર હવેલી

    આ : આંદામાન નિકોબાર

    પ : પોન્ડેચેરી


    બંગાળની ખાડીમાં મળતી નદીઓ

    ● બુમ્હા કી ગોદ મે ગંગા

    બુમ્હા

    કી : કૃષ્ણા / કાવેરી

    ગોદ : ગોદાવરી

    મે : મહાનદી

    ગંગા


    રીંછ ના અભયારણ્ય

    ● બેશીજા DJ

    બે : બાલાસિનોર

    શી : શીનમહાલ

    જા : જાંબુઘોડા

    D : ડેડીયાપાડા

    J : જેસોર


    પાકિસ્તાન સાથે જોડાયેલ રાજ્યો

    ● પંગુરાજ

    પં : પંજાબ

    ગુ : ગુજરાત

    રા : રાજસ્થાન

    જ : જમ્મુ કાશ્મીર