ગુજરાતના આર્થિક પાટનગર તરીકે અમદાવાદને ઓળખવામાં આવે છે.

● અમદાવાદ માં આવેલી સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે.હોસ્પિટલનું નામ શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ છે.

અમદાવાદના જમાલપુરમાં આવેલા જગન્નાથ યાત્રાની શરૂઆત નૃસિંહદાસ દ્વારા થઈ હતી.

● જહાંગીર અમદાવાદમાં રોકાયેલા ત્યારે તેને અમદાવાદને ગરદાબાદ એટલે ધુળિયું શહેર કહેલું.

એલિસ બ્રિજનું મૂળ નામ સ્વામી વિવેકાનંદ પુલ છે,જેની રચના હિંમતલાલ ધીરજલાલે કરાવી હતી.

આણંદમાં આવેલ અમૂલ ડેરીની સ્થાપના ત્રિભુવનદાસ પટેલની ગણના થાય છે જેની સ્થાપનામાં યુનિસેફની મદદ મળી હતી.

ગુજરાતની પ્રથમ ઇજનેરી કોલેજ આણંદ નજીક આવેલા વલ્લભ વિદ્યાનગરમાં શરૂ થઈ હતી.

● વલ્લભ વિદ્યાનગરને શિક્ષણનગરી તરીકે વિકસાવવાનો શ્રેય ભાઈલાલભાઈ પટેલને જય છે.

ખંભાતનું જૂનું નામ સ્તંભતીર્થ હતું.

● મારકોપોલોએ ખંભાત બંદરની મુલાકાત લીધી હતી.

● ઇ.સ.1721માં પીલાજીરાવ ગાયકવાડે વડોદરા જીતી મરાઠા શાસનની સ્થાપના કરી હતી.

વડોદરાને મહેલોનું શહેર કહેવામાં આવે છે.

● વડોદરા ગુજરાતની સાંસ્કૃતિક નગરી છે.

● ભારતના મૂળ ગુજરાતી એવાં વડાપ્રધાન મોરારજી દેસાઈએ ગોધરા ખાતે નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી.

● પંચમહાલ જિલ્લામાં આવેલું ચાંપાનેર ગુજરાતનું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ થયેલું પ્રથમ સ્થળ છે.

ચાંપાનેરને શહેર-એ-મૂકરર્મ નામથી નવાજયું હતું.

● દાહોદમાં પ્રતિ વર્ષ ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે.

ગાય ગૌહરીનો મેળો દાહોદ જિલ્લામાં ભરાય છે.

ગુજરાતમાં સૌથી વધુ દુધાળા પશુઓ ખેડા જિલ્લામાં છે.

● ચરોતર પ્રદેશને સોનેરી પર્ણની ભૂમિ તથા ગુજરાતનો હરિયાળો બગીચો પણ કહેવામાં આવે છે.

● 1857માં સંગ્રામ દરમિયાન તાત્યા ટોપેએ છોટા ઉદેપુર કબજે કરી લીધું હતું.

● પાલનપુર ગુજરાતના પ્રતાપી શાસક સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ છે.

● પાલનપુરને સુગંધોનું શહેર અને નવાબીનગર પણ કહેવામાં આવે છે.

● વડનગરને ગુજરાતનું સૌથી જુનું હયાત નગર માનવામાં આવે છે.

ગાંધીજીએ જે ગંગાબહેનને રેંટિયો શોધી લાવવા કહેલું, તે ગંગાબહેનને વિજાપુરમાંથી રેંટિયો મળી આવ્યો હતો.

મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે મહાગુજરાત આંદોલન માટે કાર્યરત મહાગુજરાત જનતા પરિષદની છેલ્લી બેઠક મળી હતી.

ગુજરાતનો પ્રથમ પાતાળ કૂવો મહેસાણામાં આવેલો છે.

● મહેસાણા જિલ્લાના ચંદ્રાસન ગામે નર્મદા નદી પર દેશનો પ્રથમ કેનાલ ટોપ સોલાર પ્રોજેક્ટ આવેલો છે.

● સિદ્ધપુરને દેવોના મોસાળ તરીકે ઓળખવામાં આવે છે.

● પાટણને આચાર્ય હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ મનાય છે.

● દેશની સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ સાબરકાંઠા જિલ્લાના આકોદરા ગામે આવેલી છે.

● ગુજરાતની સ્થાપના પશ્ચાત સૌપ્રથમ જિલ્લા તરીકે ગાંધીનગરની રચના થઈ હતી.

કચ્છ જિલ્લાના ગાંધીધામ અને આદિપુર ખાતે નિર્વાસિતો માટે આવાસ ઉભા થયા હતા.

● રાજકોટમાં આવેલા ભક્તિનગર GIDCને ગુજરાતની પ્રથમ G.I.D.C. માનવામાં આવે છે.

ભોગવો નદી સુરેન્દ્રનગર અને વઢવાણને અલગ કરે છે.

● ચોટીલાને પાંચાળ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે.

● વઢવાણને કાઠિયાવાડનો દરવાજો કહેવામાં આવે છે.

● ભાવનગર સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી છે.

એકમાત્ર મહિલા કુલી ધરાવતું રેલવે સ્ટેશન ભાવનગરમાં આવેલું છે.

ગુજરાતમાં એકમાત્ર લોકગેટ ધરાવતું બંદર ભાવનગરમાં આવેલું છે.

● જામ રાવળે ઇ.સ. 1540 માં નવાનગરની સ્થાપના કરી હતી. જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે.

● જામનગરને 'છોટે કાશી અને કાઠિયાવાડનું રત્ન' કહેવામાં આવે છે.

● હસ્તકલા ઉદ્યોગ માટે જાણીતી રૂપાયતન સંસ્થા જૂનાગઢમા આવેલી છે.

સૌપ્રથમ ખાનગી બંદર તરીકે કાર્ય કરતું હોય તેવું પીપાવાવ બંદર (પોર્ટ આલ્બર્ટ વિક્ટર) અમરેલી જિલ્લામાં આવેલું છે.

● પોરબંદરને 'બર્ડ સીટી' તરીકે ઓળખવામાં આવે છે.

● બોટાદ ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ છે.

● સાળંગપુર મંદિરમાં આવેલી મૂર્તિની સ્થાપના ગોપાળનંદજી મહારાજે કરી હતી.

● શ્રી કૃષ્ણએ હિરણ નદીના કિનારે દેહત્યાગ કર્યો હતો તે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે.

● સુરતને 'દિલબહાર નગરી' તરીકે ઓળખવામાં આવે છે.

ગુજરાતમાં સૌથી વધુ ઓવરબ્રિજ સુરત શહેરમાં જોવા મળે છે.

● ભરૂચનું પ્રાચીન નામ ભૃગુતીર્થ હતું.

● ગાંધારમાં ગુજરાતની પ્રથમ મસ્જિદ બંધાઈ હતી.

● નર્મદા જિલ્લાને મિનિ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે.

● ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન વધઇ બોટનીકલ ગાર્ડન ડાંગ જિલ્લામાં આવેલો છે.

કાથો બનાવવા માટે ઉપયોગી ખેરના વૃક્ષો વ્યારામાં જોવા મળે છે.

● ગુજરાતના છેલ્લા સ્ટેશન તરીકે ઉમરગામની ગણના થાય છે જે વલસાડ જિલ્લામાં આવેલું છે.

ગુજરાતની સરહદની છેલ્લી ચેકપોસ્ટ ભિલાડ આર.ટી.ઓ. વલસાડ જિલ્લામાં આવેલી છે.