ઉધરસ માટે ઉપચાર
(1) મરીનું ચૂર્ણ નાખી ઉકાળેલું દૂધ પીવાથી ઉધરસ મટે છે.
(2) ½ ગ્રામ મરીનું ચૂર્ણ, 3 ગ્રામ મધ અને સાકર ચાટવાથી ઉધરસ મટે છે.
(3) મરીનું બારીક ચૂર્ણ ઘી, મધ અને સાકર મેળવી ચાટવાથી બધી જાતની ખાસી મટે છે.
(4) ½ ગ્રામ રાય, ¼ ગ્રામ સિંધવ અને 2 ગ્રામ સાકર મેળવી સવાર-સાંજ લેવાથી ઉધરસમાં કફ ગાઢો થયો હોય તો પાતળો થઇ સરળતાથી બહાર નીકળે છે.
(5) આદુના રસમાં મધ મેળવી પીવાથી ઉધરસમાં ફાયદો થાય છે.
(6) આદુનો રસ, લીંબુનો રસ અને મધ સરખેભાગે લઇ પીપર નાખી દિવસમાં બે-ત્રણ વાર પીવાથી ઉધરસ મટે છે.
(7) આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ એકત્ર કરી ભોજનની શરુઆતમાં લેવથી ઉધરસ મટે છે.
(8) કોળાનો અવલેહ (જુઓ અનુક્રમ) ખાવાથી ઉધરસ મટે છે.
(9) ગંઠોડા, સૂંઠ અને બહેડાદળનું ચૂર્ણ મધમાં ચાટવાથી ઉધરસ મટે છે.
● આ પણ વાંચો : ડાયાબીટીસ નિયંત્રણ માટેનો ઉપાય
>> લવિંગને મોંમા રાખી રસ સૂચવાથી કંટાળાજનક ખાસી મટે છે.
>> લવિંગ દીવા પર શેકી મોંમાં રાખવાથી ખાસી, શરદી અને ગળાનો સોજો મટે છે.
(10) દાડમના ફળની છાલનો ટૂકડો મોંમાં રાખી તેનો રસ ચૂસવાથી ખાંસી મટે છે.
(11) દાડમના ફળની સૂકી છાલને બારીક ખાંડી વસ્ત્રગાળ કરી 5 ગ્રામ ચૂર્ણમાં સહેજ કપુર મેળવી દિવસમાં બે વાર પાણી સાથે લેવાથી ભયંકર ત્રાસ આપનારી ખાંસી મટે છે.
(12) દ્રાક્ષ, પિત્તપાપડો અને ધાણા ત્રણેયને પાણીમાં ભીંજવી રાખી ગાળીને પીવાથી ઉધરસ મટે છે.
(13) ફુદીનાનો રસ પીવાથી ઉધરસ, ઊલટી, અતિસાર અને કોલેરામાં ફાયદો થાય છે. વાયુ અને કૃમિ પણ મટે છે.
(14) બાજરીના લોટમાં હળદર મેળવી, રાત્રે ફાકી લઇ પાણી પીધા વિના સૂઇ જવાથી ઉધરસ મટે છે.
(15) રાત્રે થોડાં શેકેલા ચણા ખાઇ ઉપર પાણી પીધા વગર સૂઇ જવાથી ઉધરસ મટે છે.
(16) લસણ, ખાંડ અને સિંધવ સરખા ભાગે મેળવી, ચાટણ કરી, તેમાં બમણું થીજાવેલું ઘી મેળવી ચાટવાથી ઉધરસ મટે છે.
(17) ભોંયરીંગણીનો રસ પીવાથી ઉધરસ મટે છે.
(18) 5 ગ્રામ જેટલું મધ દવસમાં ચાર વાર પીવાથી કફ છૂટો પડે છે અને ઉધરસ મટે છે.
(19) હળદર અને મીઠાવાળા તાજા શેકેલા ચણા રાત્રે સૂતા પહેલાં ખાવાથી (ઉપર પાણીપીવું નહિ) કાયમી ઉધરસ અને શરદી મટે છે.
(20) ભોંયરીંગણી પડતર જમીનમાં કે નદી કિનારાના ભાગમાં થતી જોવા મળે છે. તેનો વેલો જમીન પર પથરાયેલો હોય છે. તેનાં પાન રીંગણીનાં પાન જેવાં હોય છે. તેથી તેને ભોંયરીંગણી કહે છે. તેનાં પાન ઉપર પુષ્કળ કાંટા હોય છે. તેથી સંસ્કૃતમાં તેને કંટકારી કહી છે. તેને મઝાનાં ફૂલ થાય છે. જેમાં પીળાં પુકેસર હોય છે. એને અરીઠાં જેવાં ગોળ સીસાં ફળ થાય છે. તે પાકીને સૂકાઇ જતાં પીળાં પડે છે. તેના ઉપર સફેદ રેખાઓ હોય છે. ભોંયરીંગણી ગરમ છે. તેથી તે કફના રોગોમાં ઉપયોગી છે. તેનાં લીલાં કે સૂકાં પાનને અધકચરાં ખાંડી ઉકાળો કરી પીવાથી શ્ર્વાસ, સસણી, કફવાળી ઉધરસ, મોટી ઉધરસ, લોહીમાં કફનું વધવું વગેરે મટે છે.
(21) જૂની ખાંસી હોય અને મટતી ન હોય તો 1-1 ચમચી હળદરનો પાઉડર પાણી સાથે સવાર-બપોર-સાંજ ફાકવાથી આરામ થાય છે. આ પ્રયોગ કોઇ પણ વ્યક્તિ ગમે ત્યાં કરી શકે છે