ગુજરાત બજેટ - 2022-23
➖નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું.
➖2.43 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું.
➖સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજનાની જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાઓને એક હજાર દિવસ સુધી મફત એક કિલો તુવેરદાળ, બે કિલો ચણા, એક લીટર ખાદ્ય તેલ આપવામાં આવશે.
➖12 હજારથી ઓછો પગાર ધરાવતા કર્મચારીઓને વ્યવસાય વેરામાં માફીની જાહેરાત કરવામાં આવી.
➖પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.
➖80 વર્ષથી વધુની વયના વૃદ્ધોને 1250, 60થી વધુ વયનાને ૱1 હજાર પેન્શન
➖60 વર્ષથી વધુ વય માટે ઘરે બેઠા લેબોરેટરી ટેસ્ટ સેમ્પલ કલેક્શન યોજના
➖બોટાદ, જામ ખંભાળિયા અને વેરાવળ ખાતે નવી મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવશે.
➖100 નવી એમ્બ્યુલન્સ વાન અને 10 મોબાઈલ સંજીવની વાન શરૂ કરાશે.
➖વડોદરા જિલ્લાના ડેસર ખાતે 130 એકરમાં રાજ્યની પ્રથમ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી
➖વડનગર ખાતે પ્રેરણાશાળા
➖ભારતના રાષ્ટ્રીય વૃક્ષ, સેકન્ડો વર્ષો સુધી જીવંત રહેનાર વડના વૃક્ષોનું 75 સ્થળોએ વાવેતર કરી 75 નમો વડ વનનું નિર્માણ
➖ડો.સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનામાં સહાય એક લાખથી વધારી ૱2.50 લાખ કરાઈ.
➖સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતાનગર) અને ગરુડેશ્વર તાલુકાના 52 ગામોને ભારતનેટ ફેજ-2 હેઠળ હાઈ સ્પીડ કનેક્ટિવિટીથી જોડવામાં આવશે.
➖નર્મદા નદી પર મીઠા પાણીનું સરોવર બનાવવાની ભાડભૂત બેરેજ યોજના
➖4 હજાર ગામોમાં વિના મૂલ્યે વાઈ-ફાઈ સગવડ પુરી પાડવી
➖ખેડૂતોને રાત્રીના બદલે દિવસે ખેતી માટે વીજળી પુરી પાડવાના ઉદ્દેશથી કિસાન સૂર્યોદય યોજના
➖ખેડૂતોને રવિ તેમજ ઉનાળુ પાક માટે વ્યાજ સરહાય યોજના
➖ગૌ શાળા અને પાંજરાપોળ નિભાવ તથા જાળવણી માટે ગૌ માતા પોષણ યોજના
➖વિશ્વ બેન્કના સહયોગથી 10,000 કરોડના રોકાણ સાથે સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ
➖ગિફ્ટ સિટીમાં બુલિયન માર્કેટ શરૂ થશે.
➖ગુજરાતમાં પાંચ એગ્રોફૂડ પાંચ સી-ફૂડ પાર્ક બનાવાશે.
➖દૂધ સંજીવની યોજના અંતર્ગત 53 આદિજાતિ તાલુકાના 8 લાખ જેટલા વિદ્યાર્થીઓને પોષણક્ષમ આહાર
➖માનવ ગરિમા યોજના હેઠળ સ્વરોજગારીની કીટ
➖વાપીમાં 100 બેડની નવી સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ બનાવાશે.
➖પીએમ મિત્ર યોજના અંતર્ગત વાંસ-બોરસી (નવસારી) ખાતે ટેક્સટાઈલ પાર્ક સ્થપાશે.
➖મોરબી ખાતે સિરામિક પાર્ક સ્થપાશે.
➖સુરતના ભીમરાડ ખાતે પર્યટન સ્થળ વિકસાવાશે.
➖ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી પ્રોપર્ટી કાર્ડ આપવા સ્વામિત્વ યોજના
➖ગ્રામ પંચાયતોમાં માળખાગત સુવિધાઓનો વિકાસ કરી ગ્રામજનોનું જીવન ધોરણ ઊંચું લાવવા મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના