1.રંગભૂમિના કયા કલાકાર કાઠિયાવાડી કબૂતર તરીકે ઓળખાતા હતા  ?

- આણંદજી પંડ્યા


2. રંગભૂમિના કયા કલાકાર લખનૌરી તેતર તરીકે ઓળખાતા હતા ?

- પ્રાણસુખ મણિલાલ નાયક


3.રંગભૂમિ પર ખલનાયકની શ્રેષ્ઠ અદાકારી બદલ કયા કલાકારને એડિપોલોનું બિરુદ મળ્યું હતું  ?

- પ્રાણસુખ નાયક


4. પારસી ગુજરાતી રંગભૂમિનું પ્રથમ નાટક કયું છે ?

- રૂસ્તમ જાંબુલી અને સોરાબ


5.પારસી ગુજરાતી રંગભૂમિ પર સૌ પ્રથમ દિગ્દર્શન પદ્ધતિ ઊભી કરનાર કોણ હતા ?

- કેખુશરો કાબરાજી


6. ગુજરાતી નાટકમાં સૌપ્રથમ ગઝલ આપનાર કવિનું નામ શું છે ?

- પ્રભુલાલ દ્વિવેદી


7.ગુજરાતી દેશી નાટક તખ્તાના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

- કેખુશરો કાબરાજી


8.જૂની ગુજરાતી રંગભૂમિનાં બીજાં સુંદરી તરીકે કોણ ઓળખાય છે  ?

- અમૃત જાની


9. ક્યાં કલાકાર  ગુજરાતી રંગભૂમિના દિલીપકુમાર તરીકે ઓળખાય છે  ?

- અશરફખાન


10 ભવાઈ અને રંગભૂમિના કયા કલાકાર રંગલો તરીકે ઓળખાય છે  ?

- જયંતી પટેલ


11.ગુજરાતના આદિવાસીઓના આદિમ જૂથમાં સૌથી ઓછી વસતિ કયા જૂથની છે ?

- સીદી


12.હિન્દુ ધર્મના 16 સંસ્કારમાંથી કયા ત્રણ સંસ્કાર બાળકના જન્મ પહેલાં સંકળાયેલ છે ?

- ગર્ભાધાન, પુંસવન,અને શ્રીમંત


1 3.સોલંકી કાળનાં મંદિરો કઈ શૈલીનાં છે ?

- મારુ- ગુર્જર


14.પાટણની રાણકી વાવ કેવા પ્રકારની છે ?

- નંદા


15.કઈ મસ્જિદ અમદાવાદનું રત્ન ગણાય છે ?

- રાણી સિપ્રીની મસ્જિદ


16.અમદાવાદની કી ઇમારત બાદશાહનો હજીરો ‌તરીકે ઓળખાય છે ?

- અહમદશાહનો રોજો


17.આઝમ-મુઆઝમખાંનો રોજો કયા શહેરમાં આવેલો છે ‌ ?

- અમદાવાદ


18.ગુજરાતનો સૌથી પ્રાચીન પાળિયો કયો ગણાય છે ?

- અજયપાળનો પાળિયો


19.સોરાષ્ટ્રના કાઠીઓના પાળિયા કયા નામે ઓળખાય છે ?

 - શૂરાપૂરા


20. ઘડતર વગરના પથ્થરોને ઊભા કરી તેના માથે સિંદૂર ચોપડી બનાવેલ પાળિયાને શું કહે છે ?

- ઠેસ


21.લાખા ફુલાણીનો પાળિયો ક્યાં આવેલ છે ?

- આટકોટ


22. અવગતે ગયેલ વ્યક્તિની ખાંભીને શું કહે છે  ?

- સુરધન


23. ગુજરાતના‌ આદિમ જૂથમાં સમાવિષ્ટ કયા આદિવાસીઓની વસતિ સૌથી વધુ છે ?

- કોલધા


24.ગુજરાતનો સૌથી મોટો રોજો કયો ગણાય છે ?

- સરખેજનો રોજો


25.રસનિરૂપણ સાથે સંકળાયેલ ભાવ ના પ્રકાર કેટલા છે ?

- ચાર, સ્થાયી ભાવ, વિભાવ, અનુભાવ અને સંચારી ભાવ 


26..રોદ્ર રસનો અધિષ્ઠાતા દેવ કોણ છે ?

- શિવ


27.હાસ્ય રસનો અધિષ્ઠાતા દેવ કોણ છે ?

- વામન


28. બીભત્સ રસનો અધિષ્ઠાતા દેવ કોણ છે ?

- મહાકાળ


29.શાંત રસનો અધિષ્ઠાતા દેવ કોણ છે ?

- હરિ


30.અદ્ભુત રસનો અધિષ્ઠાતા દેવ કોણ છે  ?

- બ્રહ્મા


31.કયા સ્થળે તેતરની લડાઈ થઈ હતી જ્યાં હાલમાં 100 જેટલા પાળિયા મોજુદ છે ?

- મૂળી


32.તેતરની લડાઈમાં શહીદી વહોરનાર મુંજાજી પરમાર અને તેમની પાછળ માતૃભાવે સતી થયેલાં ‌માતા જોમબાઈનો પાળિયો ક્યાં આવેલ છે ?

- મૂળી